ગુજરાતમાં કોવિડ બાદ લીવર ફેઇલ અને લીવર કેન્સરના કેસમાં વધારો
આજે અમદાવાદમાં આયોજિત કોન્ફરન્સ ‘રિસન્ટ એડવાન્સિસ એન્ડ કોન્ટ્રોવર્સીસ ઇન હેપેટોલોજી (રીચ)’માં ડોક્ટર્સે ગુજરાતમાં કોવિડ બાદ લીવર ફેઇલ અને લીવર કેન્સરના કેસમાં વધારો થયો હોવાનો મત વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં વિશેષ કરીને કોવિડ બાદ મોસમી વાઇરલ હેપેટાઇટિસના કેસમાં વધારાને તેના માટે કારણભૂત ગણવામાં આવ્યાં છે. ડોક્ટર્સે કહ્યું હતું કે આ પ્રકારના કેસોમાં લક્ષણો સામાન્યથી વધુ સમય સુધી જોવા મળે છે તેમજ લીવર ફેઇલ થવાની ઘટનાઓમાં વૃદ્ધિ થાય છે, જે કોવિડ પહેલાના સમયમાં સંભવ ન હતું. 100થી વધુ ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ અને લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જને ભાગ લીધો આ કોન્ફરન્સમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ, લીવર કેન્સર અને સિરોસિસ માં પડકારો તથા નવીન સારવાર પદ્ધતિઓ વિશે ચર્ચા કરાઇ હતી. તેમાં સમગ્ર ગુજરાતમાંથી 100થી વધુ ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ અને લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જને ભાગ લીધો હતો. નિષ્ણાતોએ ‘ઇન્ફેક્શન્સ ઇન સિરોસિસ – વરિંગ ડેટા ફ્રોમ ગુજરાત’, ‘ઇમ્યુનોથેરાપી ઇન લીવર કેન્સર’, ‘ઓટોઇમ્યુન હિપેટાઇટિસ – ટ્રીટીંગ સ્ટીરોઇડ રેઝિસ્ટન્ટ કેસિસ’, ‘ચેલેન્જીસ એક્સેસિંગ લીવર ટ્રાન્સપ્લાન્ટેશન એન્ડ ઓવરવ્યુ ઓફ પીડિયાટ્રિક ટ્...